સ્ટન્ટ / ઈડરિયા ગઢ પર જીવલેણ સ્ટન્ટ, દોલત વિલાસ પેલેસ પર ચડીને સ્ટન્ટ કર્યા

Dec 31,2018 7:18 PM IST

વીડિયો ડેસ્કઃ સાબરકાંઠાના ઐતિહાસિક ઈડરિયા ગઢનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઈડરિયા ગઢના પરના દોલત વિલાસ પેલેસ અને રૂઠી રાણીના માળિયા પર કેટલાક યુવાનો જોખમી સ્ટન્ટ કરતાં જોવા મળ્યા હતા. યુવાનો દીવાલો પર કૂદકા મારી રહ્યા હતા. એટલું જ નહીં તેઓએ આ જીવલેણ સ્ટન્ટનો ડ્રોન વીડિયો પણ શૂટ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં ઐતિહાસિક સ્થળ પર યુવાનો કેવી રીતે પહોંચ્યા અને આવી કોણે પરવાનગી આપી એવા સવાલ લોકો કરી રહ્યા છે.