મહિલાઓને દોડાવી-દોડાવીને ફટકારી રહ્યા છે કેટલાક લોકો, લાકડી-ડંડાથી હુમલો કરી 6 મહિલાને કરી લોહીલુહાણ

Dec 06,2018 1:19 PM IST

જલાલાબાદ ગામમાં જમીન વિવાદના કારણે એક પક્ષના લોકોએ લાકડી વડે હુમલો કરીને 6 મહિલાઓને લોહીલુહાણ કરી દીધી. આ આખા ઘટનાક્રમનો વીડિયો સામે આવ્યો છે. તેમાં લાકડીઓથી સજ્જ દંબંગો મહિલાઓને મારતા દેખાઈ રહ્યા છે. માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાઓને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવી છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ત્રણ મહિલાઓની હાલત ગંભીર હોવાથી ડોક્ટર્સે તેને જિલ્લા હોસ્પિટલ રિફર કરી છે.