સામૂહિક હત્યાકાંડ / દાહોદના તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની અને 4 બાળકો સહિત 6ની ઘાતકી હત્યા

Nov 29,2019 3:36 PM IST

દાહોદઃ દાહોદ જિલ્લાના સંજેલી નજીક આવેલા તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની અને 4 બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યોની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. સંજેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ ગામ લોકોના ટોળેટોળા એકત્રીત થઇ ગયા હતા. દાહોદના એસ.પી. હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું મનાઈ રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જોકે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં લાશો મળતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને આ મામલે તપાસ કરી રહી છે.