ફેક ડોક્ટર કેસ / રાજકોટમાં હોસ્પિટલમાં કામ કરતો મયુર યુવતી સપ્લાય કરતો, શ્યામ રાજાણીની પૂર્વ પત્નીની ઓડિયો

Jan 10,2019 4:17 PM IST

રાજકોટ: શહેરના બહુચર્ચિત ડો. શ્યામ રાજાણી કેસમાં નવો વળાંક આવ્યો છે. 22 દિવસથી ગુમ મયુર મોરીને પોલીસે શોધી કાઢ્યો છે. ડીસીપી રવિ મોહન સૈનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં માહિતી આપી હતી કે, મયુર જાતે જ કચ્છ સાઇડ જતો રહ્યો હતો. ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્માની એક ઓડિયો ક્લિપ સામે આવી છે તેમા તે બોલી રહી છે કે તેની હોસ્પિટલમાં કામ કરતો મયુર મોરી યુવતી સપ્લાય કરે છે. આ પહેલા પત્નીએ પોતાના પૂર્વ પતિ એટલે કે ડોક્ટર પર પણ આ આક્ષેપ લગાવી ચૂકી છે.