લોકસભા ઈલેક્શન / લબકઝબક લાઈટવાળો સાફો પહેરીને વરરાજો મતદાન કરવા પહોંચ્યો

Apr 23,2019 7:44 PM IST

રાજ્યમાં ઠેર ઠેર લોકોએ જ્યાં પોતાના કિમતી મતાધિકારથી લોકશાહીના પર્વને ઉજવ્યો હતો ત્યારે આદિવાસી વિસ્તારમાં પણ લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે હસમુખ ભરતભાઇ બારિયાએ લગ્નના માંડવે જવાના બદલે પહેલા પરિવાર સાથે જ મતદાન મથકે જવાનું નક્કી કરીને પોતાનો મત પણ આપ્યો હતો. જાન લઇને પરણવા જતા પહેલા મતદાન મથકે આવેલા વરરાજાને જોઈને ત્યાં પણ સ્ટાફમાં ઉત્સાહ વધી ગયો હતો. આ બધામાં જો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો આ વરરાજાનો લાઈટીંગવાળો પહેરવેશ. આદિવાસી સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગે આ પ્રકારનો જ પરિવેશ ધારણ કરવામાં આવે છે. જેમાં સાફા અને હારમાળામાં લાઈટીંગ થાય તેવી વ્યવસ્થા પણ હોય છે.