શામળાજીમાં કેરળથી દિલ્હી જતી સ્વચ્છ ભારત મિશન યાત્રાનું સ્વાગત કરાયું

Sep 11,2019 7:24 PM IST

ભિલોડા: એનસીસી દ્વારા સ્વચ્છ ભારત મિશન યાત્રા નું યાત્રાધામ શામળાજી માં સ્વાગત કરાયું હતું. શામળાજીના શ્યામલવન ખાતે સાયકલ યાત્રા આવી પહોંચી હતી. આ યાત્રા કેરળથી શરૂ થઈ દિલ્હી પહોંચશે. શામળાજી આવેલા સાયકલ યાત્રાને જિલ્લા એસપી અને પ્રાંત અધિકારી દ્વારા લીલીઝંડી બતાવી રાજસ્થાન તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત અને રાજસ્થાનના એનસીસી હેડ તથા શામળાજીના શ્યામલ વન આરએફઓ પણ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.