POK / ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ઈમરાન ખાનના સૂરમાં સૂર પુરાવ્યો, ભારત પર આપ્યું ભડકાઉ ભાષણ

Sep 16,2019 11:24 AM IST

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ હવે ઈમરાન ખાનના સૂરમાં સૂર પુરાવી રહ્યા છે. મુજફ્ફરાબાદની રેલીમાં શાહિદ આફ્રિદીએ પણ કાશ્મીરને લઈને ભારત વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેણે પણ ઈમરાન ખાનની વાતોને રિપીટ કરી તેમની પ્રશંસાના પુલ બાંધ્યા હતા.