ભરૂચ / નેશનલ હાઇવે ઉપર કારમાં શોર્ટ સર્કિટથી વિકરાળ આગ ફાટી નીકળી, પરિવારનો બચાવ

Oct 24,2019 4:05 AM IST

ભરૂચઃ નેશનલ હાઇવે નં-48 પર એક કારમાં આજે બપોરે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોકે સમય સૂચકતા વાપરીને પરિવાર કારમાંથી ઉતરી જતા તમામનો બચાવ થયો હતો. નેશનલ હાઇવે નં-48 પર એક કારમાં અંકલેશ્વરથી ભરૂચ તરફ પરિવાર જઈ રહ્યું હતું, ત્યારે ભરૂચ પાસે આવેલ માંડવા ગામ નજીક અચાનક કારમાં શોર્ટ સર્કિટ થતા અચાનક કારમાં આગ ફાટી નીકળી હતી.