• Home
  • Gujarati Videos
  • News
  • sayara collegian girl physical abuse and murder case DGP Shivanand Jha order for CID crime investigate

અરવલ્લી / મોડાસાના સાયરાની યુવતીના મોત કેસમાં DGP શિવાનંદ ઝાએ CID ક્રાઈમને તપાસ સોંપી SIT રચી

Jan 19,2020 3:01 PM IST

અમદાવાદઃ મોડાસા તાલુકાના સાયરા ગામની યુવતિ પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટના મુદ્દે ચાલી રહેલા આંદોલન અને પોલીસની કામગીરી પર ઉઠેલા પ્રશ્નો વચ્ચે રાજ્ય પોલીસવડાએ આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવાનો હુકમ કર્યો છે. સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. આ કેસની તપાસ કરી રહેલી મોડાસા ટાઉન પીઆઈ એન.કે.રબારીને સસ્પેન્ડ કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ ઘટનામાં ત્રણની ધરપકડ કરાઈ છે. પીડિતાનું પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરની પેનલથી ફોરેન્સીક મેડીસીન પૃથક્કરણના આધારે કરાયું છે. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને સીઆઇડી ક્રાઇમને તસાપ સૌપી SITની રચના કરાઈ છે.