• Home
  • Gujarati Videos
  • News
  • saurashtra universitys professor allegedly audio clip viral and demand sexual act for PH.D

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ, PH.D કરાવવાની લાલચ આપી શરીરસુખની માંગ કરી

Jan 23,2020 10:02 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને PH.D કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી કરી શરીર સુખની માંગ કરવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે. આ અંગે DivyaBhaskarએ ડૉ.હરેશ ઝાલાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડી રહ્યા નથી. ત્યાર બાદ ફોન પણ સ્વીચ ઓફ કર્યો હતો. આ સાંખી લેવાય જ નહીં, કડક તપાસના આદેશ આપ્યાઃ કુલપતિ ઓડિયો ક્લિપ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વસ્તુ સાંખી લેવાય જ નહીં, કડક તપાસના આદેશ તો આપ્યા જ છે આ બાબતે હું એ પણ કહું છું એટલા માટે જ PH.D પ્રવેશથી લઈ તમામ બાબતોએ ટ્રાન્સપરન્સીનો આગ્રહ રાખવામાં આવે છે. જેથી આવા બનાવો ઓછા બને. યુવતીઃ યજ્ઞેશસરમાં ખાલી જગ્યા થઈ તો કરાવી દોને એમાં પ્રોફેસરઃ તું મારું કામ કરીશને? યુવતીઃ હા કહો પ્રોફેસરઃ મારી એક ઈચ્છા છે યુવતીઃ પણ શેની પ્રોફેસરઃ પહેલા તું હા કહે યુવતીઃ શું સર મને કહો તો ખરા પ્રોફેસરઃ દિલમાં વાત હતી યુવતીઃ કહોને સર પ્રોફેસરઃ મારે એકવાર....એકવાર યુવતીઃ પણ શું સર.... પ્રોફેસરઃ તું હા પાડ યુવતીઃ પણ કહો તો ખબર પડેને પ્રોફેસરઃ મારે એકવાર.... યુવતીઃ મેં કાલે પણ પીએચ.ડી માટે ફોન કર્યા હતા પ્રોફેસરઃ તને પીએચ.ડી કરાવી દઈશ અને પ્રોફેસર બનાવી દઈશ યુવતીઃ શું સર...શું બોલ્યા પ્રોફેસરઃ તારી સાથે એકવાર શરીર સુખ માણવું છે