સમાધાન / નિલકંઠવર્ણી વિવાદનો અંત, હવે કોઇ સ્વામિનારાયણ સંત સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન નહીં આપે

Sep 10,2019 8:35 PM IST

જૂનાગઢ: કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો જેનો હવે અંત આવી ગયો છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી. જેમાં સ્વામિનારાયણના સંતોએ મોરારિબાપુ વિશે હવે કોઇ અમારા સંત વિવાદીત નિવેદન નહીં આપે તેવી ખાત્રી આપી હતી. ધીરૂભાઇ જૂનાગઢમાં યોજાયેલા સનાતન ધર્મ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના રાજદૂત તરીકે હાજર રહ્યા છે અને તેણે સંમેલનની આગેવાની લેનાર ઇન્દ્રભારતી બાપુને ખાત્રી આપી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઇ પણ સંત હવે વિવાદીત નિવેદનો નહીં આપે.