દેવદિવાળી / નડિયાદનું સંતરામ મંદિર દીવડાના પ્રકાશથી ઝળહળ્યું

Nov 13,2019 12:49 PM IST

નડિયાદ: નડિયાદના સંતરામ મંદિરમાં મંગળવારે કારતકની પૂનમે દેવદિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સંતરામ મંદિર દીવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભવ્ય આતશબાજી અને જય મહારાજથી ગુંજ્યું હતું. અંદાજે દસ હજારથી પણ વધુ દીવડાથી મંદિર ઝળહળ્યું હતું.