મહારાષ્ટ્ર / સંજય રાઉતે ભાજપને પોકેટમાર ગણાવ્યો, કહ્યું- હજુ પણ ICUમાં બેઠા છે

Nov 24,2019 12:39 PM IST

મહારાષ્ટ્રમાં સરકાર ભલે બની ગઈ હોય પણ રાજકીય ઘમાસણ હજુ યથાવત છે. શિવસેના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર રચનાને એક્સીડેન્ટલ શપથ ગ્રહણ ગણાવ્યા છે. સંજય રાઉતે એક અખબારને કહ્યું કે, ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ નહીં પણ ગુનો કરવાનું કામ કર્યું છે. મહારાષ્ટ્રની જનતાને ખબર ન પડી અને શપથ ગ્રહણ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, આ એક ચોરી છે જેને પોકેટિંગ જ કહેવાય.