મહારાષ્ટ્ર / મહારાષ્ટ્રમાં સરકાર બનાવાવનો ટૂંક સમયમાં નિર્ણય લેવાશે - સંજય રાઉત

Nov 21,2019 1:06 PM IST

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ચાલી રહેલી ખેંચતાણ હવે ઝડપથી પૂરી થાય એવી શક્યતા છે. ગુરુવારે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજ્યમાં 1 ડિસેમ્બર પહેલાં સરકાર બનાવવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. બુધવારે દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક થઈ હતી. આજે પણ ચર્ચા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, આ સપ્તાહમાં અમે સરકાર ગઠન માટે આગળ વધીશું.