ફરી આઝમ ખાનનું વિવાદાસ્પદ નિવેદન, આર્મી પર લગાવ્યો રેપનો આરોપ

Jun 28,2017 2:11 PM IST

દેશના પૂર્વ સંરક્ષણમંત્રી મુલાયમ સિંહ યાદવના ખુબ કરીબી અને સપાના કદાવર નેતા આઝમ ખાને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય સૈન્ય પર રેપનો આરોપ લગાવ્યો છે. આઝમ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ઈન્ડિયન આર્મી પર બેફામ આરોપ લગાવી રહ્યા છે. આઝમ ખાન આ પહેલા પર સળગતા નિવેદન આપી ચુક્યા છે.