કેરળ / સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા,દર્શન કરવા પહોંચેલી 10 મહિલાઓને પોલીસે પાછી મોકલી

Nov 17,2019 12:09 PM IST

સબરીમાલા વિવાદ વચ્ચે શનિવારે મંદિરના કપાટ ખુલ્લી ગયા હતા. પૂજારીએ દંડવત પ્રણામ કરી કપાટ ખોલ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન અયયપ્પાનાં દર્શન કર્યા હતા. જોકે મંદિરના કપાટ ખુલતા જ દર્શન કરવા પહોંચેલી 10 મહિલાઓને પોલીસે પાછી મોકલી દીધી હતી. 10 થી 50 વર્ષની વય ધરાવતા આ મહિલાઓને પોલીસે પંબામાં જ અટકાવી દીધી હતી. તમામ મહિલાઓ આંધ્રપ્રદેશથી આવી હતી. આ અગાઉ કેરલ સરકારે કહ્યું હતું કે તે પબ્લિસિટી માટે આવતી મહિલાઓનું સમર્થન કરતી નથી.