અ'વાદઃ અરજીત સિંઘ કોન્સર્ટના આયોજકો પર 92 લાખની કર ચોરીનો આરોપ / અ'વાદઃ અરજીત સિંઘ કોન્સર્ટના આયોજકો પર 92 લાખની કર ચોરીનો આરોપ

Feb 03,2017 7:28 PM IST

ડિસેમ્બર માસમાં સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાયેલી અરિજિતસિંહ એઝ નેવર બિફોર; લાઇવ કોન્સર્ટના આયોજકો કરચોરીના મામલે વિવાદમાં આવ્યા છે. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કોન્સર્ટના આયોજકો જિપ્સી ઇવેન્ટને રૂ.૯ર લાખની કરચોરી અંગેની નોટિસ મનોરંજન વિભાગ દ્વારા ફટકારાઇ છે.ર૪ ડિસે.ના રોજ બોલિવૂડના સિંગર અરજિતસિંહની કોન્સર્ટ મનોરંજન કરની ચોરી મામલે વિવાદમાં રહી હતી. કોન્સર્ટના બે દિવસ અગાઉ મનોરંજન વિભાગ દ્વારા કોન્સર્ટના આયોજકોને નોટિસ પાઠવવામાં આવી. દરમ્યાનમાં કંપનીને કેટલી રકમનું કરનું ચૂકવણું બાકી છે ? કેટલી રકમની ટિકિટોનું વેચાણ થયું ? ટિકિટોના દર કેટલા હતા ? વગેરે અનેક બાબતોના ખુલાસા કરવા નોટિસમાં સ્પષ્ટ જણાવાયું હતું.ત્યારબાદ ઇવેન્ટ કંપની દ્વારા નોટિસમાં ઉલ્લેખ કરાયેલા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા રજુ કરાઇ હતી.