વેરાવળ / લોકોના જીવ બચાવવા પોલીસે જોખમ ખેડ્યું, સ્થાનિકોને પકડી પકડી બહાર કાઢ્યા

Jun 12,2019 10:52 PM IST

સોમનાથઃ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયતમાં પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા. દરિયામાં બોટ ફંગોળાઈ ગઇ હતી. પોલીસ સ્થાનિકોને પકડી પકડીને બહાર લઇ ગઇ હતી.