Redmi 5Aનો રોઝ ગોલ્ડ વેરિએન્ટ ભારતમાં થયો લોન્ચ, જાણો તેની કિંમત

Feb 03,2018 2:32 PM IST

શાઓમીએ તેનો ચર્ચિત Redmi 5Aનો રોઝ ગોલ્ડ વેરિએન્ટને ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ ટ્વીટ કરી રોઝ ગોલ્ડ વેરિઅન્ટની જાણકારી આપી. કંપનીએ વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખી Redmi 5Aનું રોઝ ગોલ્ડ વેરિએન્ટ લોંચ કર્યું છે. Redmi 5Aમાં 5 ઈંચની HD ડિસ્પ્લે, ક્વાલકોમ 425 પ્રોસેસર(1.4 ગીગાહર્ટઝ), 16GB ઈન્ટરનલ મેમરી, 2GB રેમ, દમદાર 13MP રિઅર અને 5MP ફ્રન્ટ કેમેરા, એન્ડ્રોઈડ આધારિત Mi 9 ઓપરેટિંગ સિસ્ટમ, 3000 mAh બેટરી આપાવામાં આવી છે. Redmi 5Aની કિંમત માત્ર 4999 રૂપિયા છે. Redmi 5A અત્યારે કંપનીની વેબસાઈટ Mi.comમાં ખરીદી શકાશે. આ પહેલાં Redmi 5A ડાર્ક ગ્રે અને ગોલ્ડ વેરિઅન્ટમાં મળતો હતો જેની કિંમત 5999 રૂપિયા હતી.