• Home
  • Gujarati Videos
  • News
  • Rann ki kahaniya luxury tent life Tent Accommodation during rann utsav in Kutch 2019-20

રન કી કહાનિયા / રણ ઉત્સવના લક્ઝૂરિયસ ટેન્ટની અંદરનો રોયલ નજારો

Nov 29,2019 8:15 PM IST

કચ્છનું સફેદ રણ ધીરે ધીરે પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. ચોમાસામાં અતિભારે વરસાદ અને દિવાળી પછીના કમોસમી વરસાદથી પાણી ઓસરવામાં થોડું મોડું જરૂર થયું, પણ હવે જે રણ બન્યું છે તે ખરેખર જોવા જેવું છે. મરૂભૂમિએ જાણે શ્વેત ચાદર બીછાવી લીધી છે. ભાગ્યે જ જોવા મળતો મીઠાના રણનો આટલો સફેદ નજારો સહેલાણીઓને રોમાંચિત કરી રહ્યો છે. અહીંના દરબારી સ્યૂટનો શાહી ઠાઠ આંખોને આંજી દે તેવો છે.