• Home
  • Gujarati Videos
  • News
  • Rajnath said: There has been debate for appointment of CDS for two decades, PM Modi cleared immediately

જયપુર / રાજનાથે કહ્યું-બે દાયકાથી ઠેલાતી CDSની નિમણૂંક પર વડાપ્રધાને તરત મંજૂરી આપી દીધી

Jan 14,2020 3:31 PM IST

રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક અંગે 20-21 વર્ષથી મંથન ચાલી રહ્યું હતું. રક્ષા મંત્રી બન્યા બાદ મેં આ અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને તરત આને મંજૂર કરીને પદની રચના કરવાના આદેશ આપ્યા હતા. રાજનાથ મંગળવારે જયપુરમાં ‘આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે’;ના અવસરે જયપુરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. 14 જાન્યુઆરીએ ભારતીય સશસ્ત્ર સેનાએ તેમના પૂર્વ સૈનિકો માટે ‘આર્મ્ડ ફોર્સ વેટનર્સ ડે’;ની ઉજવણી કરે છે. CDS જનરલ બિપિન રાવત પણ કાર્યક્રમમાં જોડાયા હતા.