લોકાર્પણ / રાજકોટમાં ટ્રાફિકથી કંટાળી લોકોએ રૈયા ઓવરબ્રિજનું જનતા લોકાર્પણ કર્યું

Feb 21,2019 2:25 PM IST

રાજકોટ:મહાપાલિકા દ્વારા રૂપિયા 50 કરોડથી વધુ રકમના ખર્ચે નિમાર્ણ કરાયેલા રૈયા ચોકડી ઓવરબ્રિજ પ્રોજેક્ટનું આગામી 24મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ થશે. દરમિયાન સત્તાવાર લોકાર્પણ થાય તે પૂર્વે જ જનતા લોકાર્પણ થઈ ગયું છે અને બ્રિજ પરથી વાહનો દોડવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને લોકોએ અવર જવર શરૂ કરી દીધી છે. જોકે આજે મનપા દ્વારા અવરજવર અટકાવવા બેરીયર મુકવામાં આવ્યા છે.