CCTV / રાજકોટમાં મહિલા કારચાલકે બે વિદ્યાર્થિનીને ફૂટબોલની જેમ ફંગોળી'તી, એકનું મોત

Jan 31,2019 2:49 PM IST

ગત મંગળવારે યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં રૂમ ભાડે રાખીને રહેતી અને વીરબાઇમા મહિલા કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતી ચાર્મી વિઠલભાઇ વઘાસિયા (ઉ.વ.18), ગોપી અશ્વિનભાઇ પરસાણા (ઉ.વ.18) તથા તેની સહેલી સોમનાથ સોસાયટીમાં રહેતી નેન્સી દિનેશભાઇ સાપરિયા (ઉ.વ.19) કોલેજે જવા ચાલીને પંચાયતનગર ચોક બસ સ્ટોપે જવા નીકળ્યા હતા. ત્યારે ચાર્મી મોદી નામની મહિલાએ પાછળથી બંનેને કારની ઠોકરે લીધી હતી. જેમાં ચાર્મી વઘાસીયાનું મોત નીપજ્યું હતું અને ગોપીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. બંને વિદ્યાર્થિનીને ફૂટબોલની જેમ ઉલાળી હતી તે ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.