રાજકોટ / ASI-કોન્સ્ટેબલ રહસ્યમય મોત કેસ, બનાવ પૂર્વે બેસવા આવેલા બીજા એક ASIની રિવોલ્વર મળી

Jul 12,2019 5:55 PM IST

રાજકોટ: દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માંથી ગુરુવારે સવારે મહિલા એ.એસ.આઇ. ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઇ કારણોસર રવિરાજસિંહે પ્રેમિકા એઅસઆઇને તેની જ સરકારી રિવોલ્વરમાંથી માથામાં ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હોવાની થિયરી સામે આવી છે. પરંતુ આજે આ બનાવમાં નવો વળાંક આવતા પોલીસ પણ ચોંકી ગઇ છે. તપાસમાં ક્વાર્ટરમાંથી બીજી એક સરકારી રિવોલ્વર મળી આવતા રહસ્ય વધુ ગુંચવાયું છે. આ રિવોલ્વર બનાવ પહેલા પત્ની સાથે બેસવા આવેલા એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ખુશ્બુએ અગાઉ એબોર્શન કરાવ્યાની ચર્ચા થઇ રહી છે.