• Home
  • Gujarati Videos
  • News
  • rajkot congress seat on dharana for 111 children death in last 1 month at K.T. children hospital

રાજકોટ / 1 માસમાં 111 બાળકોના મોતને લઇ કોંગ્રેસના ધરણા

Jan 06,2020 6:48 PM IST

રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં 111 બાળકોના મોતના વિરોધમાં કોંગ્રેસ સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણા પર બેઠી છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ધરણામાં જોડાયા છે. ધરણા પર બેસતા પહેલા અમિત ચાવડાએ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા છે. બેનર સાથે નારા લગાવવામાં આવ્યા હતા કે અટકાવો ભાઇ અટકાવો બાળકોના મોત અટકાવો. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જવાબદારો રાજીનામા આપે. આગામી 10 જાન્યુઆરીએ વિધાનસભા સત્રમાં કોંગ્રેસ બાળકોના મૃત્યુનો મુદ્દો ઉઠાવશે, આ મામલે વિધાનસભામાં પ્રસ્તાવ લાવી અને મૃત્યુના કારણ અંગે જવાબ આપે.