રાજકોટમાં વધતા રોગચાળાને લઇ કોંગ્રેસના મનપામાં ધરણા, ટીંગાટોળી કરી અટકાયત

Oct 14,2019 2:40 PM IST

રાજકોટ: રાજકોટમાં વધતા રોગચાળા સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશનમાં કમિશનર ઉદિત અગ્રવાલની ચેમ્બર બહાર ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. રોગચાળાને ડામવામાં તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રોગચાળાથી 5 લોકોના મોત નીપજ્યા છે. જેની પાછળ કોર્પોરેશનના શાસકો અને કમિશનર જવાબદાર છે. મેયર અને જિલ્લા વિકાસ અધિકારી પણ ડેન્ગ્યુની ઝપેટમાં છે.