વુમન્સ ડે / મહિલા દિને જન્મેલી દીકરીઓને સોનાની ચૂંક આપી રાજકોટ કોંગ્રેસે કરી ઉજવણી

Mar 08,2019 12:33 PM IST

રાજકોટ: આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે જન્મનાર દીકરીઓને સોનાની ચૂંક આપી ઉજવણી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલા, મનપા વિપક્ષ નેતા વશરામ સાગઠિયા, કોર્પોરેટર વિજય ટાંક સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા સોનાની ચૂંક આપી ઉજવણી કરી રહ્યા છે. આજે રાતના 12 વાગ્યા સુધીમાં રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં જન્મનાર દરેક દીકરીઓને સોનાની ચૂંક આપવામાં આવશે.