રાજકોટ સિવિલમાં ડેન્ગ્યુને લઇને રોષે ભરાયેલા ડોક્ટરોએ મીડિયા સામે દાદાગીરી કરી

Oct 17,2019 2:46 PM IST

રાજકોટ: જામનગરમાં ડેન્ગ્યુના કેસએ હદે વધી ગયા છે કે બેડ ખૂટી પડતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી મગાવ્યા છે. બીજી તરફ રાજકોટમાં પણ સ્થિતિ બગડતા દર્દીઓનો હોસ્પિટલમાં ભરાવો થયો છે અને હવે બેડ ઓછા પડતાં દર્દીઓને જમીન પર સૂવડાવાય રહ્યા છે. જો કે નવાઈની વાત તો એ જોવા મળી કે સિવિલ હોસ્પિટલના આ જ વોર્ડમાં રેસિડેન્ટ ડોક્ટરોએ માત્ર દવા અને બાટલા જેવી વસ્તુઓ રાખવા માટે એક આખો બેડ રોકી રાખ્યો છે. આ અંગે મીડિયાએ ડોક્ટરોને પૂછતા મીડિયા સામે દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી.