NEET: રાજકોટનો રચિત સમગ્ર દેશમાં ટોપર, પિતા આંખના ડોક્ટર

Jan 27,2018 7:02 PM IST

રાજકોટઃ મેડિકલ ક્ષેત્રે પોસ્ટગ્રેજ્યુએટ થવા માટે લેવામાં આવતી નીટના પરિણામ જાહેર થયા છે. આ વખતે 1.28 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી રાજકોટનો રચિત અગ્રવાલ ટોપ સ્કોરર રહી રાજ્યનું નામ રોશન કર્યું છે. રચિતના પિતા આંખના ડોક્ટર છે. મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માટે લેવામાં આવતી NEET 2018નું પરિણામ જાહેર થયું છે, આ વખતે રાજકોટના રચિત અગ્રવાલે દેશમાં ટોપ સ્કોરરનું સ્થાન મેળવ્યું છે. રચિતે કુલ 1200 માર્ક્સમાંથી 975 માર્ક્સ મેળવ્યા છે. આ પરીક્ષા 7 જાન્યુઆરીના રોજ યોજાઇ હતી, જેમાં 1.28 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 64000 સ્ટુડન્ટ્સ નાપાસ થયા છે. તો 10 વિદ્યાર્થીઓ એવા છે જેઓએ 800થી વધુ માર્ક્સ મેળવ્યા છે.