ઓડિયો વાયરલ / વોર્ડ નંબર 13ના ખોડલધામના પ્રમુખ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા પાટીદાર યુવાને ગાળો આપી

Jan 17,2019 1:18 PM IST

રાજકોટ: મનપાના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરશી પટોડિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાતા કોંગ્રેસની સાથો સાથે પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે નરશી પટોડીયા ભાજપમાં જોડાયા ના સમાચાર મળતાની સાથે જ પાટીદાર યુવાનો અને અગ્રણીઓએ નરશી પટોડીયાને ફોન કરી બેફામ ગાળો ભાંડી હતી. સાથે જ યુવાનો દ્વારા ભાજપ પાસેથી રૂપિયા લઇ વેચાયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતાં.