• Home
  • Gujarati Videos
  • News
  • પાલનપુર: બપોરે ઝાંપટું પડયું, સ્કૂલનાં સ્ટુડન્ટ ભીંજાઈને મોજ કરી, rain in palanpur city student enjoy rainy season

પાલનપુર: બપોરે ઝાંપટું પડયું, સ્કૂલનાં સ્ટુડન્ટ ભીંજાઈને મોજ કરી

Jun 28,2018 3:54 PM IST

પાલનપુર: પાલનપુરમાં ગુરુવારે બપોરે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેમાં શાળા છૂટવાના સમયે વરસાદ પડતા બાળકોએ પણ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણ્યો હતો. જ્યારે પ્રથમ વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન પ્લાનના ધજિયા ઉડી ગયા હતા.શહેરમાં ઠેર ઠેર આદર્શ હાઇસ્કુલની સામે, જહાંઆરા બાગની સામે ,ગઠામણ દરવાજા, કીર્તિસ્તંભ વિસ્તારમાં ,સિમલાગેટ વિસ્તારમાં ,તેમજ બીજેસ્વર કોલોની ,હાઇવેના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો