જામકંડોરણાના રામપરની નદીમાં કાર તણાતા ત્રણ મહિલાના મોત

Sep 29,2019 3:54 PM IST

રાજકોટ: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રભરમાં ગત રાતથી આજ સુધી અવિરત મેઘમહેર યથાવત છે. રાજકોટમાં આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં પણ ગત રાતથી સવાર સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2ના દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઇ છે, કારમાં ત્રણ મહિલા ફસાઇ જતા પૂરના પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દોડી આવ્યા છે.