રાહુલે કહ્યું- નથી જાણતો શું છે NCC, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

Mar 24,2018 5:08 PM IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ટ્વિટર પર ટ્રોલ થયા છે. આ વખતે ટ્રોલ થવાનું કારણ છે એનસીસીને લઇને તેમણે આપેલું નિવેદન. હૈદરાબાદમાં વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ એનસીસીને લઇને સવાલ કર્યો, તેના જવાબમાં રાહુલે કહ્યું કે આ વિશે તેમને ખાસ કોઇ જાણકારી નથી. પરિણામે તેઓ તેને સંબંધિત કોઇ સૂચન નહીં આપી શકે. જોકે, ત્યારબાદ તેમણે વિદ્યાર્થિનીઓને મહેનત કરવાની અને મન લગાવીને ભણવાની સલાહ આપી.