અમદાવાદ / મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે? રાહુલ ગાંધીએ ના પાડી

Oct 11,2019 5:08 PM IST

અમદાવાદ: આજે તેઓ અમદાવાદ મેટ્રો કોર્ટમાં જજ ઇટાલિયા સમક્ષ હાજર થયા હતા. મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે, ત્યારે રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. તેમને 10 હજારના જામીન પર છોડવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા હતા. એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેની 7 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.આ સમયે કોર્ટમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા છે. કોર્ટમાં હાજર થવા માટે ગઈકાલે તેઓ સુરત ગયા હતા અને આજે અમદાવાદ આવ્યા છે.