અમદાવાદ / ગુજરાત વિદ્યાપીઠના દરવાજા પાસે વિદ્યાર્થીઓનું લોકશાહી બચાવો આંદોલન

Dec 06,2019 6:47 AM IST

અમદાવાદ: ગાંધી મૂલ્યો પર આધારિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે સાંજે વિરોધ પ્રદર્શન થયું હતું. પરીક્ષા કૌભાંડ, સ્કૂલોનું ખાનગીકરણ સહિતના મુદ્દાઓને આવરીને લોકશાહી બચાવો આંદોલન કરાયું હતું. જેમાં બેનરો સાથે વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ જોડાઈ હતી. શિક્ષણને લગતા મુદ્દાઓને લઈને આંદોલન કરાયું હતું.ગૂજરાત વિદ્યાપીઠ બહાર જે પ્રદર્શન કરાયું તેમાં બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ , સ્કૂલોનું થતું ખાનગીકરણ, શિક્ષણની કથળતી સ્થિતિ, #સરકાર દ્વારા બંધ કરાયેલ 5000 સરકારી શાળાઓ, શિક્ષણની ફીમાં થતો બેફામ વધારો તેમજ JNU, IIMC જેવી નામી સંસ્થાઓમાં સરકાર દ્વારા થતું દમનને આવરી લેવાયા હતા.