• Home
  • Gujarati Videos
  • News
  • prostitution racket busted and human trafficking case registered against accused in raipur chhattisgarh

7મા માળેથી કૂદીને કોલગર્લે કરી આત્મહત્યા, સાથી છોકરીઓએ જણાવી ગંદા ધંધાની દર્દનાક હકીકત

Nov 06,2018 1:45 PM IST

રાયપુર,છત્તીસગઢમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં નોકરીની લાલચ આપી પહેલાં છોકરીઓને બંધક બનાવી હતી.પછી ડરાવીને તેમને દેહવેપાર કરવા માટે મજબૂર કરી હતી. આમ, નિર્દોષ છોકરીઓનું જીવન દોજખ બનાવી દીધું હતું.આથી તે બિલ્ડિંગનાં 7માં માળેથી કુદીને એક કોલગર્લે આપઘાત કરી લીધો હતો. આ સનસનાટીભરી ઘટનાથી પોલીસ હરકતમાં આવી હતી અને છેવટે એક કોલગર્લનાં મોત બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસે દલાલ મહિલા અને બે આરોપીઓની ધરપકડ કરી છે.