પુલવામા અટેક / લોકસભા પહેલાં પાકિસ્તાનમાં શોકસભા થવી જોઈએઃ મંત્રી ગણપત વસાવા

Feb 16,2019 9:06 PM IST

સુરતઃમાંગરોળના બણભા ડુંગર ખાતે પાંચ કરોડના ખર્ચે પ્રવાસન કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં ભાષણ આપતાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કહ્યુંહતું કે, પુલવામામાં જે રીતે પાકિસ્તાને કાયરતાપૂર્ણ કાર્ય કર્યું છે તેનાથી દેશભરમાં રોષ છે. માટે લોકસભાની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં પણ એક શોકસભા થાય તેવો વળતો જવાબ આપવાની વાત ગણપત વસાવાએ કરી હતી.