વડોદરામાં રોંગ સાઈડ પર જતા શીખ દંપતિને 1500નો દંડ ફટકારાયો

Sep 16,2019 3:43 PM IST

વડોદરાઃ વડોદરા શહેરના માણેક પાર્ક ચાર રસ્તા પાસે રોંગ સાઇડ શીખ દંપતિ રોંગ સાઇડ નીકળતા ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. અને રોંગ સાઇડનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતિએ હોસ્પિટલમાં જવાનું કારણ દર્શાવ્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક નિયમોનું પાલન કરવા માટે મજબૂર કર્યાં હતા. વાહન ચાલક સરદારજીએ પોતાની પાસે પૈસા ન હોવાની આજીજી કરવા છતાં ટ્રાફિક પોલીસે બાઇક જપ્ત કરીને દંડની કાર્યવાહી હાથ ધરી હતી.