કાર્યવાહી / રાજકોટમાં રૂ. 3.33 કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું, 1 લાખ બોટલનો નાશ

Mar 22,2019 2:38 PM IST

રાજકોટ:ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગરના ઠરાવ અનુસાર રાજકોટમાં ગેરકાયદે આયાત કરવામાં આવેલા દારૂ પર પોલીસે સોખડા ગામ નજીક આજે બુલડોઝર ફેરવ્યું હતું. 470 કેસમાં પકડાયેલા 3 કરોડ 33 લાખ 86 હજાર 120 રૂપિયાની કિંમતનો કુલ 1 લાખ 6 હજાર 342 નંગ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.