CMના રાજકોટ સ્થિત નિવાસસ્થાને ખેડૂતો ઘેરાવ કરવાની ચર્ચાથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Dec 19,2018 5:23 PM IST

રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસસ્થાનને ખેડૂતો ઘેરાવ કરી શાકભાજીના ભાવ અંગે વિરોધ કરવા હોવાની ચર્ચા થઇ રહી છે. ખેડૂતો દ્વારા આ અંગે કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો શાકભાજી લઇને મુખ્યમંત્રીના ઘરે વિરોધ કરવાના હતા પરંતુ આચારસંહિતાને કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું કિશાન સંઘ દ્વારા જાણવા મળ્યું છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે રૂપાણીના નિવાસસ્થાને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.જેને લઇને સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.