વિશ્વ ઉમિયા ધામ / પીએમ મોદીઃ વીર જવાનો શું લેવાં નાનું પરાક્રમ કરે, મોટું જ કરે અને પાક્કું કરે

Mar 04,2019 8:01 PM IST

ગાંધીનગર: પીએમ મોદી જાસપુરમાં ઉમિયાધામના ભૂમિ પૂજનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. ભૂમિપૂજન બાદ મોદીએ મા ઉમિયાની સાક્ષીએ સોગંધ લેવડાવ્યા હતાં કે, હવે આપણા સમાજમાં ભૂલથીયે દીકરીઓને મારવાના પાપમાં નહીં પડીએ. સાથે જ પાટીદાર ડોક્ટરોને પણ ભૃણ હત્યા નહી કરીએ તેવા સોગંધ લેવડાવ્યા હતા. આ ઉપરાંત એર સ્ટ્રાઈક અંગે બોલતાં મોદીએ કહ્યું હતુ કે નાનું કરવામાં ચાલે એમ નથી, જે કરવું હોય એ મોટું જ કરવું પડે. તેમજ કહયું કે વીર જવાનો શું લેવા નાનું પરાક્રમ કરે, મોટું કરે, પાક્કું કરે અને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે