Yoga Day Special: 30 હજાર લોકોની સાથે મોદીએ કર્યા યોગ

Jun 21,2016 11:32 AM IST

ચંદીગઢ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશમાં સૌથી મોટી ઉજવણી મંગળવારે ચંદીગઢના કેપિટલ કોમ્પલેક્સમાં થઈ રહી છે. જેમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી સોમવાર રાત્રે જ પહોંચી ગયા હતા. અહીં મોદીએ 30 હજાર લોકો સાથે યોગ કર્યા હતા. કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ગવર્નર કેપ્ટન સિંહ સોલંકી પણ ભાગ લઈ રહ્યા છે. મોદીએ યોગાસનો પહેલા જ લોકોને સંબોધતા કહ્યું હતું કે, યોગ આસ્તિક માટે પણ છે અને યોગ નાસ્તિક માટે પણ છે.