વતનમાં મોદી / PM મોદીએ 1058 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી કહ્યું, 'આવનારો સમય સુરતનો જ છે'

Jan 30,2019 3:17 PM IST

સુરત: આજે(બુધવાર) શહેરમાં 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ 636 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અર્થે પીએમ મોદી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અને પીએમ મોદીએ સુરત એરપોર્ટ ખાતેથી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સહિત 1058 કરોડના પ્રોજેક્ટનું ઓનલાઈન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ જાહેર સભાને સંબોધન કરવા જણાવ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયાને સુરત શહેર સશક્ત કરી રહ્યું છે. આવનારો સમય સુરતનો જ છે. ત્યારબાદ રિંગરોડ ખાતે નવી વિનસ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું.