ટ્રેન પર બેસી ભાવિકોની જીવના જોખમે લીલી પરિક્રમા, સેલ્ફી લેવા જતા એક યુવાન પટકાયો

Nov 17,2018 3:15 PM IST

જૂનાગઢ/અમરેલી: 3330 ફૂટની ઉંચાઇ પર ગુરૂદત્તના બેસણા છે અને તેની ફરેત 36 કિમીમાં પરિક્રમમાં કરવાનો આ પાવન અવસર છે. કારતક સુદ અગિયારસથઈ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ લીલી પરિક્રમાને લઇને સૌરાષ્ટ્રને 45 કરોડથી વધુનો વ્યવસાય મળી રહે છે. ખાસ કરીને નાના ધંધાર્થીઓ માટે આ એક કમાવાનો અવસર છે. પરિક્રમા કરવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનના ડબ્બા પર બેસી જૂનાગઢ જઇ રહ્યા છે. ટ્રેનના ડબ્બા પરથી સેલ્ફી લેવા જતા એક યુવાન નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારે આ નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે.