છોટાઉદેપુર / અશ્વિન નદીના કોઝવે પર લોકો જીવના જોખમે પસાર થાય છે, પુલ બનાવવામાં તંત્ર નિષ્ક્રીય

Jul 07,2019 7:34 PM IST

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે, જેને પગલે કુકાવટી વાધિયા લો લેવલ કોઝવે પર ફરી વળ્યા છે, જેને પગલે પશુપાલકો અને ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર કરી રહ્યા છે. નસવાડીથી કુકાવડી વાધિયા લો લેવલ કોઝવે પર પાણી ફરવાથી દર વર્ષે લોકોને જીવના જોખમે પસાર થવુ પડે છે. નસવાડીના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાનો પુલ બનાવવા માટેની દરખાસ્ત પણ સરકાર કરવામાં આવી છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર પણ સ્થળની મુલાકાત લઇ ચૂક્યા છે. તેમ છતાં પુલ બનાવવા માટેની કોઇ કાર્યવાહી થઇ નથી.