• Home
  • Gujarati Videos
  • News
  • People of Jammu and Ladakh happy to remove Article 370, but trouble in Kashmir: Ram Madhav

નિવેદન / જમ્મુ અને લદ્દાખના લોકો અનુચ્છેદ 370 હટાવવાથી ખુશ, પરંતુ કાશ્મીરમાં મુશ્કેલીઃ રામ માધવ

Oct 05,2019 4:07 PM IST

હૈદરાબાદઃ ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવારે તેલંગાણામાં એક રાષ્ટ્રીય એકતા અભિયાનને સંબોધિત કરતા કહ્યું કે, અનુચ્છેદ 370 હટાવવાથી જમ્મુ અને લદ્દાખના લોકો ખુશ છે પણ કાશ્મીરમાં મુશ્કેલી છે. આ સમગ્ર મામલાનું સંવેદનશીલતા સાથે સમાધાન કરવામાં આવશે. માધવે કહ્યું કે, લદ્દાખના લોકો ઘણા ખુશ છે. આ લોકો હવે તાજગી અનુભવી રહ્યા છે, કારણ કે લાંબા સમયથી આ તેમની માંગ હતી જે હવે પુરી થઈ છે. જ્યાં સુધી કાશ્મીરના લોકોની વાત છે, તો મોટી સંખ્યામાં ત્યાંના રહેવાસી આ નિર્ણયને વધાવી રહ્યા છે અને સરકારની પ્રશંસા કરી રહ્યા છે.