વિરોધ / જામનગરમાં ધૂળેટી રમવા પહોંચેલા હાર્દિક વિરૂદ્ધ લોકોએ મોદી-મોદીના નારા લગાવતા બોલતી બંધ

Mar 21,2019 5:44 PM IST

જામનગર: જામનગરમાં હોલી પાર્ટી પ્લોટ ખાતે કેસુડો ઇવેન્ટમાં હાર્દિક પટેલ ધૂળેટી રમવા પહોંચ્યો હતો પરંતુ સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. આ જોઇને હાર્દિક પણ મુશ્કેલીમાં મુકાયો હોય તેમ તેના ચહેરા પર હાવભાવ જોવા મળ્યા હતા. હાર્દિક સ્ટેજ પર ચડીને માઇકમાં બોલતો હતો પણ લોકો તેને સાંભળ્યો નહોતો અને સતત મોદી મોદીના નારા લગાવ્યા હતા. આથી હાર્દિકને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો અને ત્યાંથી થોડીવારમાં ચાલ્યો ગયો હતો.