નવા વિડિઓ

 • ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી 00:45

  ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી

 • આ છે વડોદરાનું 250 વર્ષ જૂનું ઐતિહાસિક ગણપતિ મંદિર, ભોયરામાં હતી અઢળક સંપત્તિ 01:33

  આ છે વડોદરાનું 250 વર્ષ જૂનું ઐતિહાસિક ગણપતિ મંદિર, ભોયરામાં હતી અઢળક સંપત્તિ

 • દુષ્કર્મનો આરોપ મૂકીને યુવકને અર્ધનગ્ન કરીને કાપી નાખ્યા વાળ, જૂતાનો હાર પહેરાવી કાઢ્યો વરઘોડો 00:38

  દુષ્કર્મનો આરોપ મૂકીને યુવકને અર્ધનગ્ન કરીને કાપી નાખ્યા વાળ, જૂતાનો હાર પહેરાવી કાઢ્યો વરઘોડો

 • વડોદરાના કમિશનરની ગાડીને પાઇલોટિંગ કરી રહેલી ગાડીને નડયો અકસ્માત 01:31

  વડોદરાના કમિશનરની ગાડીને પાઇલોટિંગ કરી રહેલી ગાડીને નડયો અકસ્માત

 • થપ્પડનો બદલો લીધો મર્ડર કરીને, ધો-9ના સ્ટુડન્ટે દોસ્તો પાસે કરાવી અન્ય વિદ્યાર્થીની હત્યા 01:08

  થપ્પડનો બદલો લીધો મર્ડર કરીને, ધો-9ના સ્ટુડન્ટે દોસ્તો પાસે કરાવી અન્ય વિદ્યાર્થીની હત્યા

 • pendha village people cross River at the risk of their lives in valsad 00:39
  સમાચાર

  પેંધા ગામે બ્રિજ નથી, જીવના જોખમે પાર કરે છે નદી, 45 લોકોનાં ડૂબી જવાથી મોત

  સુરતઃ વલસાડ જિલ્લાના ધરમપુરના પેંધા ગામે લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. આઝાદીના વર્ષો વીતી જવા છતાં હજી પુલની માંગણી સ્વીકારવામાં આવી નથી. જેને લઈને લોકો હજુ જીવના જોખમે નદી પાર કરી પેંધા ગામે આવે છે. વૈકલ્પિક રસ્તાના આધારે 40 કિમીનો ચકરાવો હોય જેને લઈને પેંધાથી ધરમપુર શહેર નજીક હોવાથી લોકો જીવના જોખમે નદી પાર કરે છે.

  9K વ્યુઝ
 • A Farmer create unique idea protuction of crops in farm 01:19
  સમાચાર

  પાણી અને બળેલા ઓઇલના પ્રયોગથી ગુજરાતના સામાન્ય ખેડૂતે શોધ્યો મુંડા અને ઈયળ ભગાડવાનો દેશી જુગાડ

  અમદાવાદ: ગુજરાતના એક સામાન્ય ખેડૂતની કોઠાસૂઝે કમાલ કર્યો છે. આ ખેડૂતે મગફળીમાં આવતા મૂંડાનો દેશી જુગાડ શોધ્યો છે. ખેડૂતના આ ઘરેલું પ્રયોગથી મુંડા ઉપરાંત કિંગા અને ઈયળ મૂકતા ફૂદાનો પણ ઉપાય મળ્યો છે. આ ખેડૂતે ભંગારના ડબ્બાને ચારેબાજુથી થોડોથોડો કાપી, તેમાં લેમ્પ લગાવી દીધો છે જેથી લાઈટ થઈ શકે. આ ડબ્બામાં પાણી, બળેલું ઓઇલ, કેરોસીન કે ડીઝલ ગમે તે પ્રવાહી ભરી શકાય છે. ખેડૂતોએ સૂર્યાસ્ત થાય એટલે ડબ્બામાં રહેલો લેમ્પ ચાલુ કરી દેવાનો રહે છે. આમ કરવાથી સવાર સુધીમાં ડબ્બો જીવાતથી ભરાઈ જાય છે. ખેડૂતો ખેતરમાં એકથી વધુ ડબ્બા પણ મૂકી શકે છે. આ ખેડૂતનો દાવો છે કે, આ દેશી પ્રયોગથી દવાના છંટકાવમાં 50%નો બચાવ થશે. આ ખેડૂતનું કહેવું છે કે, ખેતરમાં જો શાકભાજીનું વાવેતર કરેલું હોય તો ડબ્બાને ખેતરની વચ્ચે જ રાખવા જ્યારે મગફળી વાવેલી હોય તો ડબ્બા ઝાડ નીચે કે અન્ય જગ્યાએ લટકાવી દેવા. ઝાડ નીચે ડબ્બા લટકાવવા વધુ હિતાવહ હોવાનું તેઓ જણાવે છે.

 • Ganesh from 10,000 Pani Puris 00:51
  સમાચાર

  10,000 પાણીપૂરીથી બનાવી ગણેશજીની મૂર્તિ, આ રીતે આવ્યો હતો આઈડિયા

  આખા દેશમાં જ્યારે લોકો અવનવી રીતે ગણેશજીનો ઉત્સવ ઊજવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના પુણેમાં પાણીપૂરીવાળા ગણેશ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પુણેના ગણેશ ભેળના માલિકને એક દિવસ બિસ્કીટમાંથી બનેલા અનોખા જ ગણેશ જોઈને મગજમાં વિચાર આવ્યો હતો કે કઈંક અલગ જ ગણેશજીની મૂર્તિ બનાવવી જોઈએ. બસ પછી તેઓએ લગભગ 11 દિવસ, ચાર રાત અને 100 કલાકની મહેનત બાદ આ 10000 પાણીપૂરીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી છે. આજકાલ આ ઈકો-ફ્રેન્ડ્લી એવા આ પાણીપૂરીના ગણેશ લોકોમાં પણ ખાસ્સા એવા પ્રચલિત થયા છે.

 • viral photo of delhi child who crying near deadbody of his father 01:36
  સમાચાર

  એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા

  દિલ્હીમાં થયેલી એક દુર્ઘટના અને ત્યારબાદ તે દુર્ઘટનાનો ભોગ બનનાર પરિવારના દીકરાની એક તસ્વીર વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયામાં જે થયું તેની તમે કદાચ કલ્પના પણ નહીં જ કરી હોય. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે સોશિયલ મીડિયાએ માત્ર ટ્રોલ કરવાની જગ્યા નથી, અહીં આજે પણ અનેક દિલાવર લોકોમાં માનવીય સંવેદનાઓ જીવતી છે. એક સફાઈકર્મીના નિધન બાદ તેના પુત્રની વાઈરલ થયેલી આ કરૂણ તસ્વીર જોઈને માત્ર ટ્વિટર પર જ લોકોએ સહાયનો અધધધ ધોધ વરસાવ્યો હતો.માત્ર ગણતરીના જ કલાકોમાં તેના માટે 24 લાખ રૂપિયા એકઠા થઈ ગયા હતા. સોમવારે દિલ્હીના ડબરી વિસ્તારમાં એક 37 વર્ષીય સફાઈ કર્મચારી અનિલનું સીવરની સફાઈ સમયે જ મોટ થયું હતું।આ સફાઈકર્મી પાસે પૂરતાં સુરક્ષાનાં સાધનો ના હોવાથી તેનું નિધન થયું હોવાની વાત બહાર આવી હતી.આ દુર્ઘટના બાદ તે મૃતક એટલે કે અનિલનો પુત્ર તેના મૃતદેહ પાસે ઉભો હોય તેવી એક તસ્વીર પણ ટ્વિટર પર વાઈરલ થઈ હતી. પોતાના પિતાના મૃતદેહ પાસે જઈને તેમના ગાલ પર હાથ ફેરવીને માત્ર પપ્પા શબ્દ બોલતાં જ તેનો ડૂમો ભરાઈ ગયો હતો. મૃતકના પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તેમની પાસે અંતિમસંસ્કાર કરવાના પણ રૂપિયા નહોતા.આ આખી કરુણ કહાની કેટો ફાઉન્ડેશનના ધ્યાને આવતાં જ તેમણે આ પરિવારની મદદ કરવાની જવાબદારી લીધી હતી અને જેના ભાગરૂપે જ તેમણે સોશિયલ મીડિયા પર આ આખી વાત મૂકી હતી અને બસ પછી તો આ પરિવારની સહાય માટે કલાકોમાં જ આર્થિક સહાયનો ધોધ વહેવા લાગ્યો હતો.

  1K વ્યુઝ
 • Girlfriend angry with boyfriend so attacked him on road with knife 01:16
  સમાચાર

  બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા

  ચંદ્રપુર (મહારાષ્ટ્ર): ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે પોતાના બોયફ્રેન્ડને ચપ્પુ મારીને ઘાયલ કરી દીધો. તે ડેટ પર ન લઈ જવાની વાતને લઇને નારાજ હતી. ઘટના સોમવારે રાતે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બની. હાથમાં લોહીથી ખરડાયેલું ચપ્પુ લઇને બોયફ્રેન્ડને ધમકાવી રહેલી યુવતીનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન, ત્યાં રસ્તા પર ભીડ જમા થઈ ગઈ, પરંતુ યુવતીને અટકાવવાની કોઈની હિંમત ન ચાલી.

  11K વ્યુઝ
 • shankarsinh vaghela meeting with supporter at his home in gandhinagar 01:09
  સમાચાર

  હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ

  ગાંધીનગર: રૂપિયાની કથળેલી સ્થિતિ પર શંકરસિંહ વાઘેલાએ કટાક્ષ કરતા કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળે છે. સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએ, હાલની સ્થિતિ પર PM મોદી જ જવાબદાર છે, રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે મોદી જવાબદાર છે. દેશ અને પ્રદેશની જનતાને આપેલા વાયદાનો સરકાર હિસાબ આપે. મોદી કરેલા કામનો હિસાબ આપે, જનતાને આપેલી વચનોની ઉઘરાણી પ્રજા કરી રહી છે.

  1K વ્યુઝ
 • Gujarati womens video viral on social media 00:58
  સમાચાર

  એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવતાં મહિલા બની 'રિક્ષા ડ્રાઈવર', VIDEO વાઈરલ

  અમદાવાદ: હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કેટલીક મહિલા રિક્ષામાં બેસી જીવનનો આનંદ માણી રહી છે. મહિલાઓ વાતો કરી રહી છે કે એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવી છે. આથી રિક્ષા ચલાવવા સિવાય કોઈ આરો નથી. એક મહિલા ડ્રાઈવર સીટ પર બેસીને પેસેન્જરોને બુમો પાડી રહી છે. મહિલાઓની ભાષા જોતાં વીડિયો સુરત જિલ્લાનો હોય એવું લાગી રહ્યું છે.

  2K વ્યુઝ
 • Ganesh Chaturthi: Get A Modak Through This Atm On Inserting Special Card 01:00
  સમાચાર

  ATMમાં કાર્ડ નાખતા પૈસા નહીં પ્રસાદ તરીકે મોદક આવે છે બહાર

  દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે. આવામાં પૂણેના સંજીવ કુલકર્ણી નામના વ્યક્તિએ ગણેશજીનું બનાવ્યું છે અનોખું ATM. ATMની વાત આવે ત્યારે આપણને આંખ સામે રૂપિયા દેખાય, પરંતુ આ ATMમાંથી રૂપિયા નહીં નીકળે. રૂપિયાની બદલે નીકળશે ગણેશજીનો લોકપ્રિય પ્રસાદ મોદક. આ ATMમશીનનું નામ છે એની ટાઇમ મોદક. ATMની બનાવટ એ પ્રકારે કરવામાં આવી છે કે ATMની અંદર જ ગણશજીની મૂર્તિ બેસાડવામાં આવી છે. ATM મશીનમાં કાર્ડ નાખતા બટન ક્લિક કરતાંની સાથે પૈસા નીકળવાની જગ્યાએથી પેકિંગ કરેલું મોદક બહાર આવશે.

  3K વ્યુઝ
 • Tapi river ganesh visarjan video viral, Action will be taken against boat driver 01:37
  સમાચાર

  સુરતઃ પ્રતિબંધ છતાં તાપી નદીમાં ગણેશ-વિસર્જન, વીડિયો વાઈરલ થતાં થશે કાર્યવાહી

  સુરત: તાપીમાં આ વખતે ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જોકે, કતારગામમાં ઓવારા પર નાવડીચાલકે તાપી નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતા કતારગામ પોલીસે તેની સામે કાર્યવાહી કરવા માટે ઉપલા અધિકારીને રિપોર્ટ કર્યો છે. સોમવારે ગૌરી ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં કતારગામ લંકા-વિજય ઓવારા પર મૂર્તિઓના વિસર્જન પર પોલીસે પ્રતિબંધ ફરમાવી ઓવારાને લાકડા મારીને બંધ કર્યો હતો. છતાં એક ગણેશભકતે ઓવારા પર આવી પૂજા-અર્ચના કરી નાવડીમાં ભગવાન ગણેશજીની મૂર્તિ લઈને બેસી ગયો હતો. નાવડી લઈને ભક્તે થોડા જ અંતરે જઈને મૂર્તિ તાપીમાં વિસર્જન કરી દીધી હતી. મૂર્તિ વિસર્જન કરતો વીડિયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેને પગલે કતારગામ પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

 • Man brutally beaten by mob 00:59
  સમાચાર

  તમંચાની અણીએ માર્યો ઢોરમાર, યુવક બચાવો બચાવોની પાડતો રહ્યો બૂમો

  ઉત્તરાખંડના ઉધમસિંહનગરની આ હિંસક ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. આમાં દેખી શકાય છે કે કઈ રીતે પાંચેક આવારા તત્વો એક યુવકને નિર્દયી રીતે મારે છે. આ યુવકની બચાવો બચાવોની બૂમો અને કરગરતાં કરગરતાં કરતો કાલાવાલા કોઈનું પણ કાળજું કંપાવી દે. મોતની બીક સામે દરેક વ્યક્તિ લાચાર હોય છે અને બસ તે બચવાની આશા સાથે જ માર પણ સહન કરતો રહે છે. આવી જ હાલત આ યુવકની હતી છેડતીનો આરોપ મૂકીને તેની તમંચાની અણી પર ધોલાઈ કરવામાં આવતી હતી છતાં પણ તે સહન કરતો હતો, કેમ કે તે જાણતો જ હતો કે અહીં પ્રતિકાર કરવો એટલે મોતને સામેથી આમંત્રણ આપવું। પોલીસે પણ ફરિયાદ નોંધવાની ના પાડી હતી જો કે યુવકના પરિવારે જ્યારે ઉપરી અધિકારીઓ સામે ધા નાખી ત્યારે જ કેસ નોંધાયો હતો.

  1K વ્યુઝ
 • A mouse put out currency at ganesh mahotsav 00:55
  સમાચાર

  VIDEO: ગણેશ પંડાલમાંથી ઉંદરે થાળીમાંથી એક-એક કરીને બધી નોટો ઉપાડી લીધી, લોકોમાં અચરજ

  અમદાવાદ: હાલમાં દેશભરમાં દુંદાળા દેવના મહોત્સવ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભક્તો વાજતેગાજતે ગણેશજીની સ્થાપના કરી પૂજાપાઠ કરે છે. ત્યારે સોશિયલ મીડિયામાં ગુજરાતનો એક વીડિયો વાઈરલ થયો છે. ગણેશ મહોત્સવ સમયે એક ઉંદર અહીં આવી ચડ્યો હતો. નવાઈની વાત એ છે કે ઉંદર અહીં થાળીમાં રહેલી ચલણી નોટો ઉપાડી રહ્યો છે. એક પછી એક એમ બધી નોટો ઉંદરે ચાંચમાં ભરાવીને લઈ લીધી હતી. આ બધી નોટોને ઉંદર ભગવાન ગણેશજીની મૂર્તિ પાછળ મૂકી આવ્યો હતો.

  5K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા 01:16

  બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા

 2. એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા 01:36

  એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા

 3. બરમુડા ટ્રાયેંગલની પહેલીનો ઉકેલ, સમુદ્રી દાનવ નહીં દુર્ઘટનાઓ પાછળ છે સાયન્ટિફીક કારણ 01:04

  બરમુડા ટ્રાયેંગલની પહેલીનો ઉકેલ, સમુદ્રી દાનવ નહીં દુર્ઘટનાઓ પાછળ છે સાયન્ટિફીક કારણ

 4. અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ 01:45

  અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ

 5. ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

TOP