નવા વિડિઓ

 • Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક 01:42

  Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક

 • મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી 00:41

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

 • રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 • અમદાવાદઃ કર્ણાવતી ક્લબની સામે હોન્ડા સિટી કાર થોડી જ મિનિટોમાં બળીને ખાખ, બે મહિલાઓનો બચાવ 01:28

  અમદાવાદઃ કર્ણાવતી ક્લબની સામે હોન્ડા સિટી કાર થોડી જ મિનિટોમાં બળીને ખાખ, બે મહિલાઓનો બચાવ

 • ગીરના નેસડામાં માલધારીના છોકરાએ ગાયું ગીત,રાજભા ગઢવીએ વીડિયો ઉતાર્યો 00:59

  ગીરના નેસડામાં માલધારીના છોકરાએ ગાયું ગીત,રાજભા ગઢવીએ વીડિયો ઉતાર્યો

 • Patidar Movement leader Harkik patel on Khodaldham Naresh 00:33

  ખોડલધામ નરેશને કોંગ્રેસ આગળ કરે તો અમારો સપોર્ટઃ હાર્દિક પટેલ

  ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ અત્યારે બધા જેને મળવા દોડી આવે છે તે ખોડલઘામ નરેશ પટેલને લઇ અનેક વાતો વહેતી થઈ છે. તાજેતરમા રાહુલ ગાંધીએ જેને કહ્યું કે તમારા માટે અમારા દરવાજા ખુલ્લા જ છે. ત્યાર પછી વિજય રૂપાણી નરેશ પટેલ સાથે ગુફતેગુ કરી ગયા તેવા નરેશ પટેલને લઇ રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજકોટમાં આવેલા હાર્દિક પટેલ જણાવ્યું હતું કે નરેશ પટેલ સમાજના આગેવાન છે જો તેને કોંગ્રેસ પક્ષ આગળ કરતો હોય તો સારી વાત છે. અમે બધા સાથે મળી સારું પરિણામ લાવીશું. રાજકોટમાં યુવાનો સાથે હાર્દિકે બેઠકનો દોર પર શરૂ કરી દીધો છે.

  10K વ્યુઝ
 • રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત,Nanny-caught-hitting-throwing-baby-bed-wrapping-towel-head 01:07
  સમાચાર

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

  ચીનમાં એક મહિલાએ પોતાની બાળકી પર નોકરાણીના ટોર્ચરિંગના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે, ફૂટેજમાં એક નોકરાણી 7 મહિનાની બાળકીને બેરહેમીથી મારી રહી છે, પછાડી રહી છે. દરઅસર મહિલા પોતાની બાળકીને આ નોકરાણી પાસે મુકીને જતી હતી. અને પાછળથી નોકરાણી બાળકી સાથે આવુ વર્તન કરતી હતી. જેના કારણે બાળકી રોજ રાત્રે ઊંઘમાંથી ઉઠી જતી અને રડવા લાગતી. જે બાદ મહિલાએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા આખો મામલો સામે આવ્યો હતો.

  6K વ્યુઝ
 • Ahmedabad: Honda City catch fire near Karnavati club 01:28
  સમાચાર

  અમદાવાદઃ કર્ણાવતી ક્લબની સામે હોન્ડા સિટી કાર થોડી જ મિનિટોમાં બળીને ખાખ, બે મહિલાઓનો બચાવ

  અમદાવાદઃ એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબની નજીક સવારના સમયે હોન્ડા સિટી કારમાં અચાનક કાર ભભૂકી ઉઠી હતી. થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાર સંપુર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર બે મહિલાઓએ જ્યારે ધૂમાડો જોયો તો તેઓ તરત જ કારની નીચે ઉતરી ગયા હતા. અને થોડી જ ક્ષણોમાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી. મહિલાઓની સમયસૂચકતાને કારણે તેમનો જીવ બચ્યો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ પાંચ મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પણ થોડી જ મિનિટોની આગમાં કાર સંપુર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.

 • A boy sings a song in Gir,Rajbhasha Gadhvi Shoot the video 00:59
  સમાચાર

  ગીરના નેસડામાં માલધારીના છોકરાએ ગાયું ગીત,રાજભા ગઢવીએ વીડિયો ઉતાર્યો

  રાજભા ગઢવીએ પોતાની YouTube ચેનલ Rajbha Gadhvi Gir Studio પર એક ગીરનું ગીત અપલોડ કર્યું છે.રાજભા ગઢવીએ આ ગીતને મોબાઈલમાં શૂટ કર્યું હતું.ગીરના નેસડામાં માલધારીના એક છોકરાએ ગીત ગાયું હતું.આ ગીતના શબ્દો છે હા... રે... ગીર ઝીણું ઝીણું મનમાં મૂંઝાય છે.આ ગીતમાં ગીરમાંથી સ્થળાંતર કરતા માલધારી અને ગીરની વેદનાને વ્યક્ત કરવામાં આવી છે.

 • Many Families sell electricity and earn money by Solar syster at home in Vadodara 01:36
  સમાચાર

  વડોદરામાં અનેક પરિવારોએ ઘરમાં લગાવી સોલર સિસ્ટમ, હવે વીજ કંપનીને વેચે છે વીજળી

  વડોદરાઃ વડોદરા શહેરના વાસણા રોડ પર રહેતા અશોકભાઇ પટેલે પોતાના ઘર પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવી છે. જેમાંથી તેઓ રોજની 22 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે. આ વીજળી તેઓ વીજ કંપનીને વેચે છે. સોલર રૂફટોપ સિસ્ટમ અપનાવવી એટલે સૂર્યની શક્તિનો ઘરની અગાશી પર વિનિયોગ કરવો. વડોદરા શહેરમાં અનેક પરિવારો દ્વારા પોતાના મકાનની છત ઉપર સોલર રૂફટોપ લગાવી છે. અને આર્થિક બચત કરી છે. વડોદરા શહેરના વાસણા વિસ્તારના અશોકભાઇ પટેલ માટે તો સુખદ સ્થિતિ સર્જાઇ છે. તેઓએ 4 કિલોવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી આઠ સૌર પેનલ પોતાના ઘરની છત પર સ્થાપિત કરી છે. એમના ઘરનો દૈનિક વીજ વપરાશ અંદાજે ૧૬ યુનિટ છે. તેની સામે સોલર રૂફટોપ ઉનાળામાં ૨૦થી ૨૨ યુનિટનું વીજ ઉત્પાદન આપે છે. એટલે એમની સરપ્લસ વીજળી વીજ કંપની પાસે જમા છે. એટલે કે વીજ કંપનીના તેઓ વીજ બીલ માટે લેણદાર બન્યા છે.

 • Hardik Patel started treatment in Jindal Natural Care in Bangalore 00:36
  સમાચાર

  19 દિવસના ઉપવાસ કર્યા બાદ હાર્દિકની બેંગ્લોરના જિંદાલ નેચરલ કેરમાં ટ્રીટમેન્ટ શરૂ

  અમદાવાદઃ ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ પર બેઠેલો હાર્દિક પટેલ અંતે પોતાની ટ્રિટમેન્ટ માટે બેંગ્લોર પહોંચ્યો છે. હાલમાં બેંગ્લોરના જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે. હાર્દિકના અંગતો સુત્રો દ્વારા તેમણે ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

  1K વ્યુઝ
 • Passengers complained bleeding nose ear in Mumbai Jaipur Jet airways flight 00:47
  સમાચાર

  જેટની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ એરપ્રેશર બટન દબાવવાનું ભૂલી ગયા, 30 યાત્રિકોના નાક-કાનથી વહેવા લાગ્યું લોહી

  મુંબઈઃ મુંબઈથી જયપુર જતી જેટ એરવેઝની ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ક્રૂ મેમ્બર્સની એક ભૂલના કારણે ફ્લાઈટને યાત્રાની વચ્ચે જ મુંબઈ પરત લઈ જવી પડી છે. ક્રૂ મેમ્બર્સ કેબિનની પ્રેશર સ્વિચ મેન્ટેન કરવાનું ભૂલી ગયા હતા જેના કારણે આ ઘટના બની. ફ્લાઈટમાં લગભગ 166 યાત્રી સવાર હતા. ક્રૂ મેમ્બર્સની આ ભૂલને કારણે લગભગ 30 યાત્રિકોના નાક અને કાનથી લોહી વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત અનેક યાત્રિકોએ માથાના દુખાવાની પણ ફરિયાદ કરી હતી. ફ્લાઈટ મુંબઈ પરત લાવવામાં આવ્યાં બાદ તમામનો ઈલાજ મુંબઈ એરપોર્ટ પર જ ચાલી રહ્યો છે. જેટ એરવેઝની B737ની 9W 697 ફ્લાઈટ મુંબઈથી જયપુર માટે રવાના થઈ હતી. જે દરમિયાન કેબિન ક્રૂ સ્વિચ ઓન કરવાનું ભૂલી જતાં, ઓક્સીજન મેન્ટેન ન થઈ શક્યું. દુર્ઘટના બાદ DGCAએ દ્વારા ક્રૂ મેમ્બર્સને રોસ્ટરથી હટાવી દેવાયા છે. સાથે જ બે પાઇલટને પણ હટાવી દેવામાં આવ્યાં છે.

  6K વ્યુઝ
 • Congress members walk out from vidhan sabha 01:01
  સમાચાર

  કોંગ્રેસના સભ્યોનું વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ, ભાજપને ગરીબવિરોધી સરકાર ગણાવી

  વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના 10 ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં બહાર લઈ જવામાં આવ્યા હતા. આથી કોંગ્રેસના બાકીના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના સભ્યો ગૃહની બહાર નીકળી ગયા હતા. તેમજ ભાજપને ગરીબવિરોધી સરકાર ગણાવી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અવિશ્વાસની દરખાસ્ત સમયે આ ઘટના બની હતી.

  3K વ્યુઝ
 • Mumbai traffic police beaten by youth at ulhasnagar 01:06
  સમાચાર

  ત્રણ સવારી જતાં બાઈકચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા, જાહેરમાં કોન્સ્ટેબલને યુવકે માર માર્યો

  મુંબઈ પાસેના ઉલ્લાસનગરમાં એક ટ્રાફિક પોલીસ પર હુમલો થયો હતો. એક બાઈક પર 3 લોકો સવાર હતા. આથી પોલીસે તેમને રોક્યા તો તેઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પહેલાં કોન્સ્ટેબલનો કોલર પકડ્યો હતો અને બાદમાં ધક્કામુક્કી કરી હતી. આખરે ટ્રાફિક કોન્સ્ટેબલ રાવસાહેબ કાટકરની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ઝપાઝપી કરનાર યુવકનું નામ સંભાજી મુંડે હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ પોલીસ સાથે ગેરવર્તન કરનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.

  8K વ્યુઝ
 • Immigration Advice with Visa Expert Parthesh Thakkar 02:16
  સમાચાર

  કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જવું હોય તો જાણો IELTSની એક્ઝામમાં કેટલા BANDS જરૂરી

  ગુજરાતમાંથી હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા સ્ટડી માટે જઈ રહ્યા છે.જોકે હજું પણ મોટાભાગના સ્ટૂડન્ટ્સ અજાણ છે કે IELTSની એક્ઝામમાં કેટલા BANDS જરૂરી છે.આ માહિતી અને માર્ગદર્શનના અભાવે કેટલાય સ્ટૂડન્ટ્સ વિઝાથી વંચિત રહી જતા હોય છે.Immigration Advice ના આજના એપિસોડમાં વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી માર્ગદર્શન મેળવીશું કે કેનેડા સ્ટૂડન્ટ વિઝા માટે IELTSમાં કેટલા BANDS જરૂરી છે.

  3K વ્યુઝ
 • mother discovers three needles in a punnet of strawberries 01:16
  સમાચાર

  દીકરીએ સ્ટ્રોબરી ખાતાં જ નીકળી વિચિત્ર વસ્તુ, માતાએ અંદર તોડીને જોયું તો તે થથરી ગઈ

  ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં એક અજીબોગરીબ પણ ઘાતક નીવડી શકે તેવી ઘટના સામે આવી હતી. ત્યાંની એક સ્થાનિક જાણીતી દુકાનમાંથી એક મહિલા પોતાના ઘર માટે સ્ટ્રોબરીની ટોપલી લાવી હતી. તે પોતે ચમકી ગઈ જ્યારે તેની દસ વર્ષની દીકરીના મોંઢામાં આ સ્ટ્રોબરી ખાતાં સમયે ટાંકણી નીકળી.આ કહી ઘટનાથી હતપ્રત થઈને તે મહિલાએ વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે અન્ય સ્ટ્રોબરીમાંથી પણ આવી જ ટાંકણીઓ નીકળી હતી. આ કોઈ પહેલી ઘટના પણ નહોતી જ તે જ દુકાનમાંથી લીધેલી અન્ય પાંચ ટોપલીમાંથી પણ આવી ટાંકણીઓ નીકળી હતી. પોલીસે આ મામલાની તપાસ કરવામાં આવતાં તે દુકાનના માલિકે આ આખી ઘટનાનો દોષનો ટોપલો તેના એવા કર્મચારી પણ ઢોળ્યો હતો જેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

  1K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 2. કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ 00:33

  કેરળમાં પૂર બાદ દેખાયો અનોખો નજારો, દરિયાના પડી ગયા બે ભાગ, સામે આવ્યું આ કારણ

 3. જેટની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ એરપ્રેશર બટન દબાવવાનું ભૂલી ગયા, 30 યાત્રિકોના નાક-કાનથી વહેવા લાગ્યું લોહી 00:47

  જેટની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ એરપ્રેશર બટન દબાવવાનું ભૂલી ગયા, 30 યાત્રિકોના નાક-કાનથી વહેવા લાગ્યું લોહી

 4. નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા 02:58

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી સાહેબને ગોટે ચડાવી દીધા

 5. પાણી અને બળેલા ઓઇલના પ્રયોગથી ગુજરાતના સામાન્ય ખેડૂતે શોધ્યો મુંડા અને ઈયળ ભગાડવાનો દેશી જુગાડ 01:19

  પાણી અને બળેલા ઓઇલના પ્રયોગથી ગુજરાતના સામાન્ય ખેડૂતે શોધ્યો મુંડા અને ઈયળ ભગાડવાનો દેશી જુગાડ

TOP