પતંજલિએ ખોલ્યું પૌષ્ટિક રેસ્ટોરન્ટ, ઘરેલું થીમ પર બનેલું રેસ્ટોરન્ટ આવું દેખાય છે / પતંજલિએ ખોલ્યું ઘરેલું થીમ પર બનેલું પૌષ્ટિક રેસ્ટોરાં

Apr 18,2017 2:39 PM IST

રીટેલ માર્કેટની સફળતા બાદ બાબા રામદેવના પતંજલિ બ્રાન્ડે હવે રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ એન્ટ્રી કરી લીધી છે. પતંજલિએ ચંદીગઢની નજીક પોસ્ટિક રેસ્ટોરન્ટના નામે પહેલું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. જેમાં ઘરના ભોજન જેવું પોસ્ટીક સ્વાદિષ્ટ ભોજન આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, આ રેસ્ટોરન્ટમાં આયુર્વેદિક પદ્ધતિ પર ખરા ઉતરનાર વ્યંજન જ પીરસવામાં આવશે. આ રેસ્ટોરન્ટની બીજી ખાસયિત એ પણ છે કે રેસ્ટોરન્ટને ઘરેલુ થીમ પર બનાવવામાં આવ્યું છે. એટલે વધુ વૂડનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ વાસણ માટી અને તાંબાના છે. જો કે હજુ આ રેસ્ટોરન્ટ શરૂ નથી થયું. તેના ઉદ્દઘાટન માટે રામદેવ બાબા અને તેના સહયોગી બાલષ્ણની રાહ છે.